Get The App

ફુલગ્રામના પાટિયા પાસેથી 46 લાખના દારૃ સાથે રાજસ્થાનનો ટ્રકચાલક ઝડપાયો

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ફુલગ્રામના પાટિયા પાસેથી 46 લાખના દારૃ સાથે રાજસ્થાનનો ટ્રકચાલક ઝડપાયો 1 - image


- અમદાવાદ-રાજકોટ હાઈવે પર એલસીબીના દરોડા

- દારૃ, ટ્રક સહિત રૃા. 57 લાખનો મુદ્દામાલ કબજે : રાજસ્થાનના શખ્સે દારૃ ભરી આપ્યો હતો : બે સામે ગુનો

સુરેન્દ્રનગર : અમદાવાદ-રાજકોટ હાઇવે પર ફુલગ્રામના પાટિયા પાસે એલસીબી પોલીસે કપડાની ગાંસડીની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૃ સહિત લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. સ્થાનિક જોરાવરનગર પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે દરોડા કરી  દારૃ, ટ્રક, મોબાઇલ સહિત કુલ રૃ. ૫૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટ્રકચાલક અને ઝડપી દારૃ ભરી આપનાર બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીછે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ફુલગ્રામના પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં પાસર થતાં ટ્રકને એલસીબી ટીમે રોકી તલાસી લીધી હતી. તલાસી દરમિયાન ટ્રકમાં કપડાની ગાંસડીની આડમાં સંતાડેલ ગેરકાયદે વિદેશી દારૃની અલગ-અલગ બ્રાન્ડની ૬૯૨૨ બોટલો (કિં.રૃા.૪૬,૯૮,૮૩૮) ટ્રક (કિં. રૃા.૧૦,૦૦,૦૦૦), મોબાઈલ (કિં.રૃા.૩૦,૦૦૦), રોકડ (રૃા.૩,૦૦૦), કપડાની ૧૦૭ ગાંસડી (કિં.રૃા.૩૮,૯૪૮) મળી કુલ રૃા.૫૭,૭૦,૭૮૬ના મુદ્દામાલ સાથે ટ્રકચાલક ક્રિષ્નારામ પાબુરામ ખોત (રહે.શિવકર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. 

ટ્રક ચાલકની પુછપરછ કરતા રાજસ્થાનના બાડમેર રહેતા જયપાલસીંગ ચૌધરીએ ઈંગ્લીશ દારૃનો જથ્થો ભરી આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે બંનેે વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપાયે રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૃ ધુસાડવામાં આવી રહ્યો છે ત્યારે જ્યારે સ્થાનિક જોરાવરનગર પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે દરોડા કરતાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.



Google NewsGoogle News