સુરેન્દ્રનગરમાં જુની પેન્શન યોજના લાગુ કરવા રેલવે કર્મીઓના ધરણા

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં જુની પેન્શન યોજના લાગુ કરવા રેલવે કર્મીઓના ધરણા 1 - image


- પ્રતિક ભુખ હડતાળ કરી

- નવી પેન્શન યોજના નાબુદ કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના નેજા હેઠળ રેલવે કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ દ્વારા નવી પેન્શન યોજના નાબુદ કરવાની માંગ સાથે રેલવેના કર્મચારીઓ દ્વારા પ્રતિક ભુખ હડતાળ તેમજ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા અને જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો. 

આ વિરોધ પ્રદર્શનમા મોટી સંખ્યામાં રેલવેના કર્મચારીઓ જોડાયા હતા અને સરકાર દ્વારા નવી પેન્શન યોજના રદ્દ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. આ તકે રાજકોટ મહિલા વિંગ સહિત સુરેન્દ્રનગર બ્રાન્ચના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



Google NewsGoogle News