વિઠ્ઠલગઢથી કમીજલાના રસ્તે બની રહેલા નાળાની ગુણવત્તા સામે વિરોધ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વિઠ્ઠલગઢથી કમીજલાના રસ્તે બની રહેલા નાળાની ગુણવત્તા સામે વિરોધ 1 - image


- નબળી કામગીરી કરાતી હોવાનો આક્ષેપ

- ખેડૂતોના જણાવ્યા મુજબ કામગીરી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અંતરિયાળ ગામોમાં સરકારી યોજનાઓ થકી કરવામાં આવતા વિવિધ વિકાસના કામોમાં સરકારી તમામ નીતિ નિયમોને નેવે મૂકીને ગેરરીતી આચરીને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો ઉઠયાં છે.

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામથી કમીજલા જવાના માર્ગ ઉપર બની રહેલા નાળાનું કામકાજ હાલ પ્રગતિમાં છે. ત્યારે જે નાળાની કામગીરીની અંદર યોગ્ય માપ સાઈઝમાં ગેરરીતી અને હલકી ગુણવત્તાવાળી કરવામાં આવતી હોવાની રાવ ખેડૂતોમાંથી ઉઠી રહી છે. જે કામગીરીનો તાજેતરમાં ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો. જયારે કામગીરી દરમિયાન તંત્રના અધિકારીઓ કે સુપરવાઈઝર કોઈ સ્થળ ઉપર હાજર નહિ રહેતા હોવાનું પણ સામે આવ્યું હતું.

આ કામગીરી લખતર તાલુકા પંચાયત ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ હતું. જે કામગીરીનો ભારે વિરોધ બાદ ખેડૂતો અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ વચ્ચે કામગીરી દરમિયાન વચ્ચેનો માર્ગ કાઢવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો દ્વારા કામગીરી દરમિયાન યોગ્ય મટીરિયલ અને માપ સાઈઝ મુજબ ચોક્કસપૂર્વક કામગીરી કરવાનું જણાવતા લખતર તાલુકા પંચાયત ઉપપ્રમુખ દ્વારા ખેડૂતો કહે તે મુજબ કામગીરી કરી આપવા માટે તૈયારી સાથે ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો. 


Google NewsGoogle News