Get The App

ઝાલાવાડના રેશનીંગ દુકાનદારોની ફરજિયાત બાયોમેટ્રીક હાજરીનો વિરોધ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ઝાલાવાડના રેશનીંગ દુકાનદારોની ફરજિયાત બાયોમેટ્રીક હાજરીનો વિરોધ 1 - image


- બાયોમેટ્રીક હાજરીથી દુકાનદારોને હાલાકી પડતી હોવાની રાવ

- બાયોમેટ્રીક સાથે મોબાઈલ ઓટીપીનો વિકલ્પ આપવા પુરવઠા અધિકારીને રજૂઆત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ બાયોમેટ્રીકમાં પડતી મુશ્કેલીને લઇ પુરવઠા અધિકારીને  લેખિત રજઆત કરી હતી. રેશનિંગના દુકાનદારોએ બાયોમેટ્રિક હાજરીનો વૈકલ્પિક રસ્તો કાઢી આપવાની માગ કરી હતી.

સરકાર દ્વારા ગત તા.૧૪ નવેમ્બરથી દરેક રેશનીંગની દુકાન ઉપર આપવામાં આવતા અનાજના જથ્થાના વિતરણ માટે ફરજિયાત દુકાનદારોની બાયોમેટ્રીક હાજરીનો નિયમ અમલમાં મુક્યો છે.પરંતુ પંથકના ઘણા રેશનીંગના દુકાનદારો સીનિયર સીટીઝન હોવાથી તેમના બાયોમેટ્રીક મેચ થતા નથી. આથી સરકાર દ્વારા નવી જોગવાઈઓમાં થોડો ફેરફાર કરી બાયોમેટ્રીકની સાથે મોબાઈલ ઓટીપીથી લોગઈન કરવાનો વિકલ્પ આપવામાં આવે દુકાનદારો સમયસર રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ પણ કરી શકે છે. આ ઉપરાંત અમુક વખતે અનિવાર્ય સંજોગોમાં રેશનીંગ દુકાનદાર વિતરણ સમયે થોડા કલાક માટે દુકાન પર હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં બાયોમેટ્રીક થમ્બ નહીં આપી શકવાથી અનાજનં વિતરણ થઈ શકતું નથી. જેથી જીલ્લા ફેરપ્રાઈઝ શોપ એસોશીએસન (રાશનીંગ) દ્વારા બાયોમેટ્રીક સાથે મોબાઈલ ઓટીપીનો વિકલ્પ આપવા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.



Google NewsGoogle News