સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત 1 - image


- પ.વ.ડી.ના 26 કામદારોને અન્ય એજન્સીમાં સમાવેશ કરવા માંગ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ કામદારોને એક જ કોન્ટ્રાક્ટ એજન્સી હેઠળ સમાવેશ કરવા સહિતની વિવિધ માંગો અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ કામદારોએ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી હતી.

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં હાલ કોન્ટ્રાક્ટ બેઈઝમાં પ.વ.ડી. વિભાગના ૨૬ કામદારો સેનીટેશન ખાતામાં તેમજ ૧૩ કર્મચારીઓ મેલેરીયા વિભાગમાં ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત વઢવાણ પાલિકામાં બાંધકામ શાખામાં કુલ ૪ કર્મચારીઓ ફરજ બજાવે છે.

 ત્યારે પ.વ.ડી. ખાતાના કર્મચારીઓની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા સેનીટેશન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ કર્મચારીઓને પ.વ.ડી. ખાતા દ્વારા પગાર ચુકવવામાં આવતો ન હોવાની રજૂઆત કરાઈ હતી. આથી પ.વ.ડી.ના તમામ ૨૬ કામદારોને ઉમા એન્ટરપ્રાઈઝ એજન્સીમાં સમાવેશ કરવાની માંગ કરી હતી. 

આ ઉપરાંત મેલેરીયા વિભાગના ૧૩ કર્મચારીઓને નોટીસ કે પગાર, વળતર ચુકવ્યા વગર છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. તેમને તાત્કાલીક નોકરી પર પરત લેવાની અને વઢવાણ નગરપાલિકાના બાંધકામ શાખાના છુટ્ટા કરી દીધેલા ૪ કર્મચારીઓને નોકરી પર પરત લેવાની માંગ સાથે રજુઆત કરી હતી. 



Google NewsGoogle News