Get The App

ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલો કરનાર વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલો કરનાર વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા 1 - image


- અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓ ઝડપાયા

- મુખ્ય આરોપી અને બુટલેગર હજુ પણ પોલીસ પકડથી હજુ પણ દુર

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ઝીંઝુવાડા પીએસઆઈ સહિત બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલાના બનાવમાં ફરીયાદ નોંધાયા બાદ જીલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી જેમાં ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા ત્યારે હુમલાના વધુ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જીલ્લાના સમી તાલુકાના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલ અને નાસતા ફરતા બુટલેગરો જાલમસિંહ ઝાલાને બાતમીના આધારે ઝીંઝુવાડા પીએસઆઈ કે.વી.ડાંગર સહિતની ટીમ પકડવા ગઈ હતી તે દરમ્યાન પીએસઆઈ પર બુટલેગર અને તેના સાગરીતો દ્વારા છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પીએસઆઈ સહિત બે કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જે મામલે ઝીંઝુવાડા પોલીસ મથકે ૨૬ વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ૪૦ થી ૫૦ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જીલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહિતની ટીમે હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી જેમાં હુમલો કરનાર ચાર આરોપીઓને ઝીંઝુવાડા ગામની સીમમાંથી ઝડપી પાડયાં હતાં અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી જેમાં પોલીસને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને હુમલાના વધુ ત્રણ આરોપીઓ (૧) રવિન્દ્રસિંહ ઉર્ફે લાલભા ગોવુભા ઝાલા (૨) પ્રકાશસિંહ ગુણવંતસિંહ ઝાલા અને (૩) વિશ્વરાજસિંહ ભાથીભા ઝાલા તમામ રહે.ઝીંઝુવાડાવાળાને ઝડપી પાડયા હતાં આમ પીએસઆઈ પર હુમલાના અત્યાર સુધીમાં કુલ ૭ આરોપીઓને પોલીસે ઝડપી પાડયાં છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા આગવી ઢબે પુછપરછ હાથધરવામાં આવી છે.


Google NewsGoogle News