ઈકોમાંથી 24 કિલોથી વધુ ગાંજા સાથે બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચાર શખ્સો ઝડપાયા

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
ઈકોમાંથી 24 કિલોથી વધુ ગાંજા સાથે બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચાર શખ્સો ઝડપાયા 1 - image


- પાટણના માતરવાડી ગામ નજીક એસઓજીનો સપાટો

- પોલીસે ગાંજો, કાર સહિત રૂપિયા 4.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના સાત શખ્સો સામે ગુનો નોંધ્યો

પાટણ : પાટણ લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જિલ્લા અને દરેક તાલુકામાં પોલીસ સક્રિય થઈ છે. એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો, સાયબર ક્રાઈમ સહિતની ટીમો પ્રોહિબીશન, આર્મ એક્ટ, નાસતા ફરતા આરોપી પકડવા, એનડીપીએસ એક્ટ સહિતના ગુનાના ઉદે ઉકેલવા માટે કામે લાગી હતી. જ્યાં એસઓજીની ટીમે માતરવાડી ગામ નજીક પસાર થતી એક ઈકોમાંથી ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે રૂપિયા ૨.૪૮ લાખથી વધારેની મત્તા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ લોકસભા બેઠક ઉપર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ એસઓજી ટીમના સ્ટાફને બાતમી મળી હતી કે  ડીસા તરફથી એક સફેદ કલરની ઈકો ગાડીમાં કેટલાક શખ્સો   ગાંજાનો જથ્થો રાખી પાટણ થઈ દસાડા (સુરેન્દ્રનગર) તરફ જનાર છે. જેથી પોલીસે  માતરવાડી ગામથી આગળ સરસ્વતી નદીના બ્રીજ પાસે નાકાબંધી ગોઠવી હતી. પોલીસ વોચમાં હતી તે સમયે ડીસા તરફથી આવતી એક  ઇક્કો ગાડીને ઉભી રખાવી તેમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતાં  ૨૪ કિલો ૮૯૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે  રૂ. ૨,૪૮,૯૦૦નો ગાંજો, રૂપિયા બે લાખની ઈકો, ૧૫ હજારના ૩ મોબાઈલ અને ૨૦૨૦ રોકડ મળી કુલ રૂપિયા  ૪,૬૫,૯૨૦ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પાટણ સીટી બી ડિવીઝન પોલીસે ઝડપાયેલા ચાર અને તપાસમાં ત્રણ શખ્સોનાં નામ ખુલતાં સાત શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીનાં નામ

નિઝામુદ્દીન ઉર્ફે બાબુ સિદ્દીકભાઇ શબ્બીરભાઇ સોલંકી (બીસ્મીલ્લા સોસાયટી, જુના ડીસા,  તા.ડીસા)

ઇમરાન મહમદખાન છોટુંખાન પઠાન (ઇન્દીરાનગર પરામાં, દસાડા, જિ.સુરેન્દ્રનગર)

લુકમાન યુસુફભાઇ ગનીભાઇ કુરેશી (જુમ્મા મસ્જીદ પાસે, દસાડા-પાટડી)

ઇરફાન ઇબ્રાહીમભાઇ મીયાજીભાઇ વેપારી (ઇન્દીરાનગર પરામાં, દસાડા-પાટડી)

તપાસમાં ખુલેલાં નામ

રાજુરામ હમીરારામ ખજુરીયા (રહે.દાંતા, જિ.બનાસકાંઠા)

બાદશાહ શેખ (રહે-દસાડા, જી-સુરેન્દ્રનગર)

દાનીશ (રહે-ધાંગધ્રા, જી-સુરેન્દ્રનગર)



Google NewsGoogle News