સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર શખ્સને ઝડપી પાડયો
- સુરેન્દ્રનગર એસઓજી પોલીસે
- સંબંધીના લાયસન્સ વાળા હથિયાર સાથે ફોટો વાયરલ કર્યો હતો
સુરેન્દ્રનગર : એસઓજી પોલીસે બાતમીના આધારે સોશ્યલ મીડીયામાં હથિયાર સાથે અપલોડ કરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટ સહિતના સ્ટાફે સોશ્યલ મીડીયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર શખ્સ સકીલભાઈ સલીમભાઈ કુરેશી ઉ.વ.૨૨, રહે.બજાણા તા.પાટડીવાળાને ઝડપી પાડયો હતો .
અને વધુ પુછપરછ કરતા ફોટામાં રહેલ હથિયાર પોતાના સંબધી કરીમભાઈ જુસબભાઈ કુરેશી ઉ.વ.૮૦, રહે.બજાણાવાળાનું અને લાયસન્સવાળું હથીયાર હોવાની કબુલાત કરી હતી.
આથી પોલીસે કરીમભાઈને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બન્ને શખ્સોની અટક કરી બજાણા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એસઓજી પીએસઆઈ વી.ઓ.વાળા સહિત સ્ટાફના અનીરૂધ્ધસિંહ, મહાવિરસિંહ સહિતનાઓ જોડાયા હતા.