Get The App

આદરિયાણાની હાઈસ્કૂલના પટ્ટાવાળાએ શાળાના રૃમમાં જ આત્મહત્યા કરી

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
આદરિયાણાની હાઈસ્કૂલના પટ્ટાવાળાએ શાળાના રૃમમાં જ આત્મહત્યા કરી 1 - image


- મુળ સાકબરકાંઠાનો વતની વર્ષોથી શાળામાં નોકરી કરતો હતો

- શાળામાં જ આત્મહત્યા કરતા અનેક અટકળો વહેતી થઈ ઃ કારણ હાલ અકબંધ

સુરેન્દ્રનગર : દસાડાની આદરિયાણાની હાઈસ્કૂલના પટ્ટાવાળાએ શાળાના રૃમમાં જ આત્મહત્યા કરી લીધી છે. શાળાના રૃમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં પટ્ટાવાળાનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પટાવાળાએ ક્યાં કારણોસર આવું પગલું ભર્યું છે તેનું કારણ હજુ સુધી અકબંધ છે.

દસાડા તાલુકાના આદરીયાણા ગામની બી.કે.હાઈસ્કૂલમાં બપોરના સમયે શાળાના પટ્ટાવાળા રાજેન્દ્ર નાનજીભાઈ ડામોર (મૂળ વતન પરવઠ તા. વિજયનગર, જી. સાબરકાંઠા, હાલ રહે આદરીયાણા ઉંમર વર્ષ અંદાજે ૫૮ વર્ષ)એ શાળાના રૃમમાં જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. 

આ બનાવની જાણ થતાં શાળાના આચાર્ય, શિક્ષકો સહિતનો સ્ટાફ શાળા આવી પહોંચ્યો હતો અને આ અંગે પોલીસને જાણ કરતા ઝીંઝુવાડા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પરથી મૃતકની લાશનો કબજો લઈ પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથધરી હતી. આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. 

છેલ્લા ૨૫ વર્ષથી શાળામાં ફરજ બજાવતા પટ્ટાવાળાએ શા માટે આત્મહત્યા કરી ? તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. હાલ પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનોને આધારે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News