ધ્રાંગધ્રા પાસે પેટ્રોલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રા પાસે પેટ્રોલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી 1 - image


- સદ્નસીબે કોઈ જાનહાની નહીં

- અમદાવાદથી ગાંધીધામ જતાં ટેન્કરમાં ભભૂકેલી આગ બુજાવવા ફાયર ટીમના પ્રયાસો

ધ્રાંગધ્રા : અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રાના કલ્પના ચોકડી પાસે પેટ્રોલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી હતી. જો કે ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં અને સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહતો.

અમદાવાદથી ગાંધીધામ તરફ જઈ રહેલા પેટ્રોલના ટેન્કરમાં ધ્રાંગધ્રા હાઈવે પર કલ્પના ચોકડી પાસે અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી. જ્યારે સમયસુચકતા વાપરી ટેન્કરનો ચાલક નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો પરંતુ ટેન્કરમાં પેટ્રોલ ભરેલું હોય થોડી જ મિનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 

આસપાસથી પસાર થતા વાહનોમાં પણ આ આગને લઈ ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આ અંગેની જાણ ધ્રાંગધ્રા પાલિકાની ફાયર ફાયટર ટીમને કરતા ઘટના સ્થળે પહોંચી ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.



Google NewsGoogle News