રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન 1 - image


- વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે 

- 11 જિલ્લાના શિક્ષકો સહિત અલગ અલગ ૯ વિભાગના કર્મચારીઓ જોડાશે

સુરેન્દ્રનગર : સરકાર દ્વારા શિક્ષકો સહિત અલગ-અલગ ૯ વિભાગના કર્મચારીઓના વિધાનસભાની ચૂંટણી પહેલા કરેલા આંદોલન દરમિયાન જૂની પેન્શન યોજના સહિતની માંગો સ્વીકારવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે અંગેનો કોઈ ઠરાવ કરવામાં ન આવતાં ફરી કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. ત્યારે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા અલગ-અલગ ૧૧ જેટલા જિલ્લાઓમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ પદયાત્રા કરી મહાપંચાયત યોજશે.

સરકારી તથા ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો સહિત અલગ-અલગ વિભાગના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે ઓલ્ડ પેન્શન યોજના (ઓપીએસ) સહિતની માંગણીઓ અંગે રજૂઆતો સહિત વિવિધ કાર્યક્રમો આપી રહ્યાં છે તેમ છતાંય સરકાર દ્વારા માત્ર વાતો કરી હૈયાધારણા આપવામાં આવી રહી છે.

ત્યારે અનેક વખત રજૂઆતો અને કાર્યક્રમો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં શનિવારે શિક્ષકો સહિતના કર્મચારીઓ અલગ-અલગ સ્થળો પર પદયાત્રા કરી મહાપંચાયતોનું આયોજન કરશે. જેમાં વિવિધ પડતર માંગો જેમ કે, શિક્ષકોની કાયમી ભરતી, આરટીઈ એક્ટ લાગુ કરવી, ૪૨૦૦ ગ્રેડ-પે, ૭મા પગાર પંચ મુજબ મોંધવારી, ઘરભાડું સહિતના પ્રશ્નો અંગે પદયાત્રા કરી વડાપ્રધાન, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને કલેકટરના માધ્યમથી આવેદન પત્રો પાઠવશે.



Google NewsGoogle News