હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોમાં આક્રોશ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોમાં આક્રોશ 1 - image


- ધનાળા કેનાલે એકઠા થઇ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્ય

- ત્રણ દિવસમાં પાણી નહીં મળે તો પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ

હળવદ : હાલમાં શિયાળું રવિ પાકની વાવણીની મોસમ પુરબાહમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોને એક બાજુ ખાતર માટે દોડાદોડી થઈ રહી છે .જ્યાં બીજી બાજુ ખેડૂતોને અત્યારે વાવણી ના  સમયે જ સિંચાઈ માટે પાણી ન મળતા સાત ગામના સરપંચો સહિત ખેડૂતોમાં રોશની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે હળવદ તાલુકાના ધનાળા કેનાલ કાંઠે  ધનાળા  મયુરનગર દેવળીયા પ્રતાપગઢ  સુરવદર  ધુળકોટ ઘાટીલા તથા માળીયા તાલુકાના છેવાડાના ગામના સિંચાઈ માટે પાણી ન મળતા કેનાલ કાંઠે ખેડૂતોએ એકઠા થય  વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. હળવદ બ્રાહ્મણી-૨ ડેમમાંથી પસાર થતી ૨૨-૨૩ અને ૨૪-ડી ની પેટા કેનાલમાં છેલ્લા ચાર દિવસથી પાણી બંધ કરી  દેવાતા ખેડૂતોઓ? માં રોષની લાગણી  વ્યાપી ગઈ છે.

નવા ધનાળા ગામના પાટીયા પાસે સાત ગામના  સરપંચો અને ખેડૂતો એકઠા થયા થ વહેલી તકે સિંચાઇનુ પાણી આપવા માંગ કરી છે.વાવેતરના સમયમાં પિયત માટે પાણી નહી મળતા ખેડૂતોઓ ને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. બ્રાહ્મણી ૨ ડેમમાથી પિયત માટે તાત્કાલિક પાણી છોડવા માંગણી કરી છે.બે ત્રણ દિવસમા પાણી નહી અપાયતો હજારો  વિધામા પાકનો નાશ થશે તેવું ખેડૂતોઓ જણાવ્યું હતું.કેનાલ કાંઠે સાત  સરપંચો સહિત ગામના ખેડૂતોના પ્રતિક ધરણા  વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાત્કાલિક ધોરણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી માગણી કરી હતી.



Google NewsGoogle News