ભરાડા ગામે જમીન પર કબજો કરનાર સામે તપાસના આદેશ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
ભરાડા ગામે જમીન પર કબજો કરનાર સામે તપાસના આદેશ 1 - image


- જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત

- જિલ્લા કલેક્ટરે પુજારી પરિવારને ન્યાયની ખાતરી આપી 

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના ભરાડા ગામના ૫ુજારી પરિવારની જમીન હડપ કરનાર ભાજપના નેતાના વિરોધમાં જિલ્લા ક્લેકટરને ભોગ બનનાર પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ક્લેકટરે તપાસના આદેશ આપીને ન્યાયની ખાતરી આપી હતી.

ભરાડા ગામના વતની અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કીશાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલ અને એના પિતા શંકરભાઇ પટેલે ગામના મંદીરના પૂજારી અમૃતભાઈ રાવલની માલીકીની સર્વે ન.૧૨૦૦ વાળી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પુજારી પરીવારને અવાર-નવાર ધમકીઓ આપતા પિતા-પુત્રના ત્રાસથી ગામ છોડી દીધું હતું અને માલીકીની જમીન હોવા છતાં જમીન વીહોણા થઇ ગયાની પરિવારના રાજેશભાઈ રાવલ, ક્રીષ્નાબેન રાવલ સહિતનાઓએ જિલ્લા ક્લેકટર કે.સી.સંપટને રજૂઆત કરી હતી.

 આથી ક્લેક્ટરે તાત્કાલીક ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર તેમજ સ્થાનીક પોલીસને તપાસના આદેશ આપી પૂજારીના પરીવારને ન્યાયની ખાતરી આપી હતી. 

જ્યારે કલેકટરને રજુઆત બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જઈ લેખીત રજુઆત કરી હતી અને પચાવી પાડેલી જમીન પરત અપાવવા ન્યાયની માંગ કરી હતી. 



Google NewsGoogle News