ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના ગોઝારા અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ
- હળવદ તાલુકાના ધનાળા પાટિયા નજીક
- લગ્નમાં જઇને ઘરે પરત જતા હતા ત્યારે રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે જીવ લીધો
હળવદ : હળવદ તાલુકાના ધનાળા પાટિયા પાસે સાંજના સમયે જેતપર મચ્છુ ગામનો પરિવાર હળવદ તાલુકાના રાણેકપર ગામેથી લગ્ન પ્રસંગે પતાવીને પોતાના ઘરે જેતપર પરત જતો હતો. ત્યારે ધનાળા પાટિયા પાસે રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને હળવદની પ્રાઇવેટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે લગ્ન પ્રસંગમાં આવેલા જેતપુર મચ્છુ ગામના બેબેન અને ભાઈ લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે ધનાળા પાટિયા પાસે રોગ સાઈડમાં આવતા માતેલ સાંઢની માફક ટ્રેક્ટર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું. હેતલબેન ચંદુભાઈ હમીરપરાનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના બીજા બેન પાયલબેન રાજુભાઈ હમીરપરા અને તેનો ભાઈ પ્રકાશભાઈ ચંદુભાઈ હમીરપરાને ઈજાગ્રસ્તને હળવદની સરકારી પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે પ્રકાશભાઈને અમદાવાદ રીફર કરવા હોવાનો જાણવા મળ્યું છે . પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.