ડુમાણા ગામે ટ્રેક્ટર પલટી જતા એકનું મોત, એકને ઈજા

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
ડુમાણા ગામે ટ્રેક્ટર પલટી જતા એકનું મોત, એકને ઈજા 1 - image


- ડુમાણાના શ્રમિકને અકસ્માત નડયો 

- બાઈક ચાલકને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાઈક ચાલક સાથે અકસ્માત ટાળવા જતા ટ્રેક્ટર રસ્તાની સાઇડમાં ખાબકતા ટ્રેક્ટરચાલકનું મોત થયું હતું. જ્યારે ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 ડુમાણા ગામે રહેતા અને ખેતમજુરી કરતા હરેશભાઇ અર્જુનભાઇ પસાયા અને તેમના ફુઆ હરેશભાઇ ઇશ્વરભાઇ ડોમોર ટ્રેક્ટરમાં લાકડા લઇ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સામેથી એક બાઇકચાલક આવી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેક્ટરના ચાલક હરેશભાઇ બેધ્યાન બનતા બાઇક ચાલક સાથે અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી.

 આથી બાઇકચાલકને બચાવવા જતાં ટ્રેક્ટરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તાની સાઇડમં ખાબક્યું હતું. જેમાં ટ્રેક્ટરના ચાલક ટ્રેક્ટર નીચે દબાઇ ગયા હતા. જ્યારે તેમના ફુઆ પણ નીચે પટકાતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે હરેશભાઈ પસાયાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હરેશભાઈ ડામોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  


Google NewsGoogle News