દોઢ વર્ષથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાઇ ગયો

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
દોઢ વર્ષથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાઇ ગયો 1 - image


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે નોંધાયેલ આવશ્યક ચીજવસ્તુ ધારાના ગુનામાં છેલ્લા ૨૦ મહિનાથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમે રાજકોટથી ઝડપી લઇ ચોટીલા પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા પોલીસ મથકે વર્ષ ૨૦૨૨ માં નોંધાયેલ આવશ્યક ચીજવસ્તુ ધારાના ગુનામાં માણસુરભાઇ રામભાઇ વાંક નામના શખ્સનું નામ ખુલ્યુ હતુ. પરંતુ પોલીસ ધરપકડથી બચવા આરોપી માણસુરભાઇ છેલ્લા ૨૦ મહિનાથી નાસતો ફરતો હતો અને સંતાતો ફરતો હતો. ત્યારે આરોપી માણસુરભાઇ વાંક રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમના પીએસઆઇ ચન્દ્રિકાબેન એરવાડીયા સહીતની ટીમે રાજકોટ ભગવતીપરા ત્રિમૂત ચોક શેરી નંબર ૩ના રહેણાંક મકાનમાં દરોડો કરી માણસુરભાઇ વાંકને ઝડપી લઇ ચોટીલા પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News