કાલાવડના નપાણીયા ખીજડીયા ગામના તલાટી ઉપર હુમલો

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
કાલાવડના નપાણીયા ખીજડીયા ગામના તલાટી ઉપર હુમલો 1 - image


- ગાળો આપી ઝાપટો ઝીંકી ફરજમાં રૂકાવટ

- 6 હજારના બિલના નાણાં રોકવાના પ્રશ્ને પૂર્વ મહિલા સરપંચના પતિ દ્વારા મારકૂટ કરાતા ફરિયાદ

જામનગર : કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પોતાની ઓફિસમાં ફરજ પર હતા, દરમિયાન ગામના પૂર્વ મહિલા સરપંચ ના પતિદેવે આવીને માત્ર ૬,૦૦૦ રૂપિયા ના મજૂરી કામના બિલના નાણા રોકવાના મામલે તલાટી કમ મંત્રી પર હુમલો કરી દીધો હતો, અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી અને તેઓની ફરજમાં રૂકાવટ કરી હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.  

લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતા અને કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નારણભાઈ વસરા એ પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ પોતાની સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા પૂર્વ મહિલા સરપંચ નિરાલિબેન ભલારા ના પતિદેવ હરેશભાઈ ભલારા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી તલાટી કમ મંત્રી ગઈકાલે પોતાની કચેરીમાં સરકારી ફરજ પર હતા, અને નવા આવેલા તલાટી કમ મંત્રીને પોતાના ચાર્જ ની સોંપણી કરતા હતા, જે દરમિયાન આરોપી હરેશ ભલારા ધસી આવ્યો હતો, અને પોતે અગાઉ કરાવેલું મજૂરી કામ કે જેનું માત્ર ૬ હજાર રૂપીયા નું બિલ રોકાયું હોવાથી તે બિલના નાણા બાબતે તલાટી કમ મંત્રી પાસે ધમકી ભર્યા અવાજે વાત કરી હતી, અને તલાટી કમ મંત્રી ને ગાળો ભાંડી, ઝાપટો મારી દીધી હતી. અને તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. અને જો બિલ પાસ નહીં કરે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ એચ.વી. પટેલ દ્વારા આરોપી સામે ફરજમાં રૂકાવટ અને હુમલા અંગે  ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News