Get The App

પાટડી તા.પંચાયતમાં આધારકાર્ડની કામગીરી કરી રહેલા ઓપરેટર પર હુમલો

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
પાટડી તા.પંચાયતમાં આધારકાર્ડની કામગીરી કરી રહેલા ઓપરેટર પર હુમલો 1 - image


- અજાણ્યો અરજદાર હુમલો કરી નાસી છુટયો

- લેપટોપ, ફીંગર પ્રીન્ટ મશીન, પ્રિન્ટર સહિતના સાધનોને પણ નુકસાન પહોંચાડયું

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના પાટડી તાલુકા પંચાયતમાં આધાર કાર્ડની કામગીરી કરી રહેલા ઓપરેટર પર અજાણ્યા અરજદારે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લેપટોપ સહીતના મુદામાલને નુકશાન પહોંચાડતા ચકચાર મચી જવા પામી છે.

પાટડી તાલુકા પંચાયતમાં આધારકાર્ડની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન કામગીરી કરી રહેલા ઓપરેટર શાહરૃખખાન અનવરખાન પઠાણ સાથે અજાણ્યા અરજદારે કોઈ કારણોસર બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અરજદારે પોતાની પાસે રહેલા તિક્ષણ હથિયાર વડે ઓપરેટર પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી તેમજ હુમલા બાદ લેપટોપ, ફીંગર પ્રીન્ટ મશીન, પ્રીન્ટર સહિતના સાધનોને પણ નુકશાન પહોંચાડી નાસી છુટયો હતો.  આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ તેમજ ફરિયાદની તજવીજ હાથધરી હતી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત તાલુકા મથકોએ આધારકાર્ડની તેમજ ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે. મંદગતિએ ચાલતી કામગીરીથી અરજદારોને સવારથી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને તેમ છતાંય સર્વરમાં ખામી, કનેક્ટીવીટી ખોરવાઈ જવી વગેરે બાબતોને ધ્યાને લઈ અરજદારોને ધક્કા ખાવાનો વારો આવે છે. ત્યારે પાટડી તાલુકા પંચાયતમાં કોઈ અરજદારે રોષે ભરાઈ ઓપરેટર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.



Google NewsGoogle News