ઝાલાવાડમાંથી છરી, ધારીયુ સહિતના હથિયાર સાથે નવ ઝડપાયા
- હથિયારબંધી જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી
- સુરેન્દ્રનગર, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, પાટડી અને દસાડામાં ચેકિંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી લોકોમાં ભય ફેલાવી છરી, લોખંડના પાઇપ, ધારીયું અને લાકડી જેવા હથિયારો સાથે પસાર થતાં ૯ શખ્સોને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલા પોલીસે થાન રોડ પરથી માધાભાઇ મેઘાભાઇ ખીમસુરીયાને અને દેવસર ગામ નજીકથી કાળુભાઇ ઉર્ફે સવજીભાઇ દેવશીભાઇ માથાસુરીયને છરી સાથે ઝડપી લીધા હતાં. દસાડા નજીકથી એક શખ્સને એસઓજી પોલીસે લોખંડના પાઇપ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ધ્રાંગધ્રા સિટી પોલીસે મોચીવાડમાંથી વિક્રમસિંહ ગુમાનસિંહ ગોહિલને છરી સાથે ઝડપી લીધા હતાં. પાટડી પોલીસે ખારાઘોડા સ્ટેશન નજીકથી વલીમહંમદભાઇ અલીભાઇ ભટ્ટીને લાકડી સાથે ઝડપી લીધા હતાં. સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે પતરાવાળી ચોક પાસેથી ગજરાજસિંહ હરીસીંગ કુશવાહને છરી સાથે ઝડપી લીધો હતો. થાન પોલીસે નવાગામ બાયપાસ રોડ પરથી સુંદરજી જેરાજી રાઠોડને છરી સાથે ઝડપી લીધો હતો. જ્યારે વઢવાણ પોલીસે મેળાના મેદાન પાસેથી સુરેશભાઈ ડુંગરભાઇ વોરાને છરી સાથે તેમજ ગેબનશા સર્કલ પાસેથી કારમાં ધારીયુ લઇ પસાર થતાં રસીકભાઇ રામસંગભાઇ વાઘેલાને ઝડપી લીધા હતાં. તમામ શખ્સો વિરૃધ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.