ઈંગરોળી ગામેથી જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ઈંગરોળી ગામેથી જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા 1 - image


- રહેણાંક મકાનમાં દરોડો પાડયો

- રોકડ, છ મોબાઈલ તથા બે બાઈક મળી રૂ.૮૭ હજારનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર પોલીસે ઇંગરોળી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ૯ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લખતરના ઈંગરોળી ગામે રહેતા હનીફખાન અનવરખાન મલેક પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની લખતર પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે રેઇડ કરતા  જુગાર રમતા નવ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 

જેમાં હનીફનખાન અનવરખાન મલેક,  અશરફખાન હાજીખાન મલેક,  મયુરભાઈ રામજીભાઈ ગોહિલ,  અબ્દુલખાન નાથાજી જતમલેક,  મુરીદખાન રાાજી જતમલેક,  અમજીદખાન રસુલખાન જતમલેક,  કરીમખાન સેજાજી જતમલેક (તમામ રહે. ઈંગરોળી, તા.લખતર), રસૂલખાન હમીરખાન જતમલેક અને  નસીબખાન સુમાજી જતમલેક (બન્ને રહે. સેડલા, તા.દસાડા)ને રોકડ રૂા.૧૬,૩૨૦,  છ મોબાઈલ, ૨ બાઈક મળી કુલ રૂ.૮૭,૮૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News