સુરેન્દ્રનગરમાં ડ્રગ્સનું સેવન અટકાવવા NCORD કમિટીની બેઠક યોજાઈ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં ડ્રગ્સનું સેવન અટકાવવા NCORD કમિટીની બેઠક યોજાઈ 1 - image


- જિલ્લા કલેક્ટર કચેરીએ ડીડીઓની અધ્યક્ષતામાં

- વિવિધ જાગૃતિ કાર્યક્રમો, દવાઓનું ચેકિંગ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ડ્રગ્સનું સેવન અટકાવવા માટે જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં  NCORD કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ડ્રગ્સનો ઊપયોગ અટકાવવા માટે જાગૃતિનાં કાર્યક્રમો તેમજ વિવિધ પ્રવૃત્તિઓ વિશેનો એક્શન પ્લાન રજૂ કરાયો હતો. જાગૃતિ સંબંધિત કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણાનાએ સંબંધિત અધિકારીઓને સુચનો/માર્ગદર્શન આપ્યા હતા. આ બેઠકમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા દ્વારા ડ્રગ્સનો ઉપયોગ અટકાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળા કોલેજોમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો,  અવેરનેસ લેકચરનું આયોજન કરવા, જાહેર જગ્યા પર જાહેરાત રૂપે એલ.ઈ.ડી. સ્કિન તથા પોસ્ટરો મુકવા, આરોગ્ય વિભાગ દ્વારા નશા સુધાર ગૃહ ખોલવા, સ્લમ વિસ્તારોમાં વ્યસન મુક્તિ માટે સામાજિક સંસ્થાનો સંપર્ક કરી 'શેરી નાટકોનું' આયોજન કરવા, એન.ડી.પી.એસ.ના કેસોમાં કાઉન્સેલિંગ કરવા, આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરમાં તમામ દવાઓનું ચેકિંગ કરવા, દવાની પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવા તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા વનસ્પતિ જન્ય માદક પ્રદાર્થનું વાવેતર અટકાવવા માટે પગલા લેવા તેમજ નશામુકત ભારત અભિયાન અંતર્ગત  દરેક વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આઇ.બી સુરેન્દ્રનગર સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના વરિ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News