લખતર-રાજકોટ રૂટની સવારની એસ.ટી. બસ બંધ કરી દેતા આક્રોશ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
લખતર-રાજકોટ રૂટની સવારની એસ.ટી. બસ બંધ કરી દેતા આક્રોશ 1 - image


- મુસાફરોને હાલાકી પડી રહી છે

- ધ્રાંગધ્રા તરફ પણ સાંજ પછી ઓછી બસો હોવાથી વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને હાલાકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ડેપોમાંથી ઉપડતી અને આવતી એસ.ટી.બસોમાં મોટીસંખ્યામાં સરકારી નોકરીયાત સહિત વિદ્યાર્થીઓ નિયમીત મુસાફરી કરે છે પરંતુ તેમ છતાંય એસ.ટી.વિભાગ દ્વારા કોઈપણ જાતની જાણ વગર તેમજ મુસાફરો પુરતા પ્રમાણમાં મળી રહેતા હોવા છતાં અમુક રૂટની એસ.ટી. બસ બંધ કરી દેતા હાલાકી પડી રહી છે ત્યારે લખતર-રાજકોટ રૂટની સવારની એસ.ટી.બસ બંધ કરી દેતા મુસાફરો દ્વારા ડેપો મેનેજરને લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ લખતર ડેપોમાંથી લખતર સહિત આસપાસના ગામોના અનેક સરકારી નોકરીયાતો તેમજ વિદ્યાર્થીઓ અને હોસ્પીટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ નિયમીત અપ-ડાઉન કરે છે. જેમાં વર્ષોથી લખતર બસ સ્ટેન્ડમાંથી સવારે ૬-૪૫કલાકે લખતર-રાજકોટ રૂટની એસ.ટી.બસ ચાલે છે જેમાં પુરતા પ્રમાણમાં મુસાફરો મળી રહે છે અને કાયમી આ બસ ફુલ જ હોય છે તેમ છતાંય તાજેતરમાં આ રૂટની એસ.ટી.બસ બંધ કરી દેતા અનેક નોકરીયાતો સહિત વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ ઉપરાંત લખતર-સુરેન્દ્રનગર રૂટની બસ પણ બંધ કરી દેવામાં આવી છે જે અંગે મુસાફરો દ્વારા ડેપો મેનેજર સહિત વઢવાણના ધારાસભ્ય તેમજ સાંસદસભ્યને રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા જવા માટે પણ સાંજના સમયે ઉપડતી ગણતરીની જ ટ્રીપો હોવાથી અપડાઉન કરતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ને ખુબજ હલકી ભોગવવી પડે છે અને એકાદ બે બસો જ હોવાથી અતિશય ભીડના પગલે મહિલા મુસાફરો અને બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ, વૃધ્ધો સહિત મુસાફરોને ધક્કે ચડવું પડે છે ઘણી વખત દોઢ થી બે કલાક રાહ જોવી પડે છે અને ત્યારબાદ બસ આવે તે પણ ઘણી વખત બસ સ્ટેન્ડ સિવાયના અન્ય એન.ટી.એમ. ફુવારા (પતરા વાળી), બહુચર સહિતના સ્ટેન્ડ પર ઉભી ન રહેતી હોવાની પણ વ્યાપક ફરિયાદો અવાર નવાર ઉઠે છે અને પ્રાઇવેટ વાહનોની જોખમી મુસાફરી કરવાનો વારો આવે છે ત્યારે સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા માટે પણ સાંજે વધુ એકાદ બસ ફાળવવા લોકમાંગ ઉઠવા પામી છે.



Google NewsGoogle News