Get The App

નટવરગઢમાં 50 થી વધુ બકરી ભરેલું આઈસર મળી આવ્યું

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
નટવરગઢમાં 50 થી વધુ બકરી ભરેલું આઈસર મળી આવ્યું 1 - image


- પોલીસે ચાલક સહિતનાને નજર કેદ કરી તપાસ હાથ ધરી 

લીંબડી : લીંબડી તાલુકાના નટવરગઢ ખાતે ૫૦થી વધુ બકરી અને ઘેટી ભરેલું આઈસર મળી આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પશુઓને પાંજરાપોળ ખાતે મોકલીને આઈસર ચાલક સહિત ૩થી ૪ લોકોને નજરકેદ કરી પશુઓના સાચા માલિક અંગે તપાસ હાથ ધરી છે.  

નટવરગઢ ગામે શુક્રવારે રાત્રે ૫૦થી વધુ બકરી અને ઘેટી ભરેલું આઈશર મળી આવ્યું હતું. ગ્રામજનોએ આઈસર ચાલક સહિત ૩થી ૪ શખ્સોને ઝડપી પાડીને લીંબડી પોલીસને જાણ કરી હતી. જેથી લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઈશર ચાલક મોહિન યાકૂબ ઓડ (રહે. ખેડા), રણછોડભાઈ ભરવાડ (રહે. ખેડા) સહિત અન્ય લોકોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ બકરી અને ઘેટી ભરેલુ આઈશર મુળી તાલુકાના ખાટડી ગામના કમાભાઈ ધુધાભાઈ ખાંભલા (રબારી) જેઓની પોતાની માલિકની ૪૫ બકરીઓ તથા ૯ ઘેટી ભરીને જેને નિભાવવા માટે માતર તાલુકાના હરિયાળા ગામે લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે તેઓ રસ્તો ભુલવાના કારણે નટવરગઢ ગામમાં ઘુસી ગયા હતા. જ્યાં ગામના લોકોને શંકાસ્પદ લાગતા તેમણે આઈશરને રોકી રાખી હતી. જેથી પોલીસે સાચા માલિકની ઓળખ ના થાય ત્યાં સુધી પશુઓને મહાજન પાંજરાપોળ ખાતે મોકલી આપી છે અને આઈશર ચાલક તેમજ અન્ય બેથી ત્રણ શખ્સોને નજર કેદ રાખીને વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News