સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં 40 થી વધુ સ્થળોએ ચેકિંગ કરી નોટિસ ફટકારી
- હજૂ ફાયર સેફ્ટીની ઝુંબેશ ચાલુ રખાશે
- ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસી ના ધરાવતા એકમોને નોટિસ આપી
સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર નગરપાલિકા તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી બાબતે ૪૦થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરી નોટિસ ફટકારવામાં આવી હતી.
ધ્રાંગધ્રા પાલિકા તંત્ર દ્વારા બીજા દિવસે સ્વસ્તિક હોસ્પિટલ, વેદ હોસ્પિટલ, વિતરાગ હોસ્પિટલ, ડોક્ટર હાઉસ, ઓમેક્ષ હોસ્પિટલ, ડો.રમેશભાઈ રાવલ સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં વ્યાસ ગારમેન્ટ, આર.આર.બ્રધર્સ, શ્રધ્ધા લેબોરેટરી, નવીનભાઈ અશોકભાઈ રીજવાની, જી.જી.બ્રધર્સ, અગ્રવાલ ઈલેકટ્રોનીક્સ, મેગા મોલ, કિંજલ સીલેકશન, માહિ નોવેલ્ટી, એમ.એમ.સુપર માર્કેટ સહિતના સ્થળો પર ચેકીંગ હાથધરી ફાયર સેફટીના સાધનો અને એનઓસી બાબતે ઉલંધ્ધન થતું હોવાનું માલુમ પડતા નોટીસ ફટકારી હતી.
સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા ૩૦થી વધુ ધંધાર્થીઓને ફાયર સેફટી, એનઓસી મુદ્દે નોટીસ ફટકારી હતી. જેમાં બોસ્ટન રેસ્ટોરન્ટ, સ્કાય રૂફટોપ, રીયલ પેપરીકા, બહુચર ફરસાણ, ગોકુલ હોટલ, મહાલક્ષ્મી રેસ્ટોરન્ટ, શ્રીજી રેસ્ટોરન્ટ, માધવ રેસ્ટોરન્ટ, સાંઈ રેસ્ટોરન્ટ, દ્વારકાધીશ હોટલ, તુલસી રેસ્ટોરન્ટ, વંદન ગેસ એજન્સી, જનની હોસ્પીટલ, અક્ષરદિપ હોસ્પીટલ, શ્રીજી ગુજરાતી લોજ, ટેસ્ટ ઓફ ઝાલાવાડ, શિવ રેસ્ટોરન્ટ, મહાકાળી ગુજરાતી થાળી, અન્નપૂર્ણા લોજીંગ, મા ડેન્ટલ કેર, હોટલ ગુરૂકૃપા, લાઈફ ફિટનેશ સ્ટુડીયો, મેડીકો હોસ્પીટલ, લવકુશ હોસ્પીટલ, ડો.સલીલ ખારોડની હોસ્પીટલ, ઝાલા આંખની હોસ્પીટલ, એફીક્સ ઓર્થોકેર, કલ્યાણ હોસ્પીટલ, સીમ્સ હોસ્પીટલ, સત્વ હોસ્પીટલ, સહજાનંદ હોસ્પીટલ, શિવભૂમી રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર ચેકિંગ હાથ ધરી નોટિસ ફટકારી હતી.