પાટડીથી 15 કિલોમીટર દુર આવેલા પીપળી ધામમાં વર્ષમાં ઉજવાતા 30 થી વધુ ઉત્સવ
પાટડી : પાટડીથી ૧૫ કિલોમીટર દુર આવેલા પીપળી ધામ ખાતેના રામદેવ મંદિરમાં પ્રતિ વર્ષ ૩૦થી વધુ ઉત્સવ ઉજવાય છે. મંદિર વિશેની લોકવાયકા અંગે મહંત વાસુદેવ મહારાજે જણાવ્યું હતું કે વિક્રમ સવંત-૧૯૬૮માં પ્રજાપતિ કુળના સવારામ બાપાને રામદેવજી મહારાજ પ્રસન્ન થયેલા અને કહ્યું હતું કે મારે અહીંયા બેસવું છે અને ઈશાન ખૂણામાં મારી સ્થાપના કરજો અને બાવન ગજની ધજા લહેરાવજો. જેથી તે સમયે સવારામ બાપાએ અહીં રામદેવજી મહારાજની સ્થાપના કરી હતી. જે જગ્યાએ આજે ૧૦૫ ફુટનું વિશાળ મંદિર ઉભું છે. અહીં વર્ષે લાખો શ્રધ્ધાળુ દર્શનાર્થે આવે છે.
આ મંદિરમાં આખા વર્ષ દરમ્યાન આવતી સુદ બીજ, પૂનમ, ભાદરવી નવરાત્રી, સવારામદાસ બાપા અને બળદેવ બાપાની તિથિ, ગોકુળ આઠમ જેવા ૩૦થી વધુ ઉત્સવો ઉજવાય છે. સો વર્ષથી પણ વધારે સમયથી અહીં સદાવ્રત ચાલે છે.