ચુલી ગામે જુથ અથડામણમાં 20 થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
- 33 શખ્સો વિરૂદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ
- બાવળ કાપવા બાબતે બે જ્ઞાતિના જુથો વચ્ચે પથ્થરમારો અને હથિયારો વડે હુમલો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે બાવળ કાપવા જેવી નજીવી બાબતે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા બન્ને પક્ષના લોકો સામસામે આવી જતા અથડામણ સર્જાઈ હતી. જેમાં અંદાજે ૨૦થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ચુલી ગામે અલ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે બાવળ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને પક્ષના લોકો હિંસક હથિયારો વડે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને જુથના મળી અંદાજે ૨૦થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે આ જુથ અથડામણને પગલે ચુલી ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું અને બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ બનાવને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાએ પણ ચુલી ગામની મુલાકાત લીધી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જેમાં ૫રેશભાઈ ધીરૂભાઈ પલાણીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ૧૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં સંજયભાઈ રમતુભાઈ ભરવાડ, હરેશભાઈ રમતુભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, સુરેશભાઈ ઉર્ફે રૈના વાલાભાઈ ભરવાડ, મેહુલભાઈ કાનાભાઈ ભરવાડ, કાનાભાઈ રેવાભાઈ ભરવાડ, રમતુભાઈ રેવાભાઈ ભરવાડ, મનાભાઈ નાનુભાઈ ભરવાડ, બળદેવભાઈ અમરાભાઈ ભરવાડ, કરમશીભાઈ ભરવાડ, ઝાલાભાઈ રૈયાભાઈ, કુંવરાભાઈ ભરવાડ, ગોવિંદભાઈ ભરવાડ, મુન્નાભાઈ ઉર્ફે ભોડી ભરવાડ, મુકેશભાઈ કરમશીભાઈ ભરવાડ અને જીલાભાઈ ભરવાડ (ઉપસરપંચ) (તમામ રહે. ચુલી તા.ધ્રાંગધ્રા) સામે ફરિયાદ નોંધાઈ હતી.
જ્યારે સામાપક્ષે હરેશભાઈ રમતુભાઈ પાંચીયાએ પણ ૧૭ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પરેશભાઈ ધીરાભાઈ પલાણી, શક્તિભાઈ મુન્નાભાઈ પલાણી, અનીલભાઈ જીતેન્દ્રભાઈ પલાણી, નરેશભાઈ દિનાભાઈ પલાણી, મુકેશભાઈ અરજણભાઈ પલાણી, લાલાભાઈ સનાભાઈ પલાણી, મુન્નાભાઈ સોંડાભાઈ પલાણી, વિઠ્ઠલભાઈ લખમણભાઈ પલાણી, ફુલાભાઈ લખમણભાઈ પલાણી, ધરમશીભાઈ શીવાભાઈ પલાણી, મહેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ પલાણી, રાહુલભાઈ જયેશભાઈ પલાણી, વિજયભાઈ જીતેન્દ્રભાઈ પલાણી, અરજણભાઈ કરસનભાઈ પલાણી, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પલાણી, પ્રકાશભાઈ શીવાભાઈ પલાણી અને વિશાલભાઈ રાજેશભાઈ પલાણી (તમામ રહે.ચુલી)નો સમાવેશ થાય છે.
જુથ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલાઓના નામ
ચુલી ગામે થયેલી જુથ અથડામણમાં શક્તિ મુન્નાભાઈ, વાલીબેન બુધાભાઈ પાસીયા, કાનાભાઈ રેવાભાઈ પાસીયા, રમતુભાઈ રેવાભાઈ પાસીયા, મુન્નાભાઈ વાલાભાઈ પાસીયા, સુરેશભાઈ વાલાભાઈ પાસીયા, મુન્નાભાઈ નાનુભાઈ ગમારા, બળદેવભાઈ અમરાભાઈ પાસીયા, મહેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ પલાણી, રાહુલ જયેશભાઈ પલાણી, અનીલ જીતેન્દ્રભાઈ પલાણી, વિજય ધરમશીભાઈ પલાણી, અરજણભાઈ કરશનભાઈ પલાણી, ધરમશીભાઈ શીવાભાઈ પલાણી, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પલાણી, પ્રકાશભાઈ શીવાભાઈ પલાણી, વિશાલ રાજેશભાઈ પલાણી, મેહુલભાઈ કાનાભાઈ પાસીયા, કરમશીભાઈ હાકલાભાઈ ગમારા તેમજ અન્ય શખ્સોને ઈજાઓ પહોંચી હતી.
જિલ્લા પોલીસવડા સહિતની ટીમે ૨૦થી વધુ લોકોને રાઉન્ડઅપ કર્યા
આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડાએ ચુલી ગામની મુલાકાત લીધી હતી અને બન્ને પક્ષના અંદાજે ૨૦થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા. તેમજ ફરિયાદની તજવીજ હાથધરી હતી અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.