મોરબી આરએફઓએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
મોરબી આરએફઓએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી 1 - image


- પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની વ્યક્ત કરતા

- પતિ તેમજ સાસુ, સસરા સામે ધરેલું હિંસાની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી યુવતીએ વાંકાનેર તાલુકાના કોટડા નાયા ગામે રહેતા પતિ, સસરા અને સાસુ સામે શારીરિક તેમજ માનસીક ત્રાસ અને દહેજ માંગવા બાબતે જાનથી મારી નાંખવાની ધમકી અંગે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં હાલ પિયરમાં રહેતી પરણિતાના લગ્ન એક વર્ષ પહેલા વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ખાતે જયદિપસિંહ ચનુભા જાડેજા સાથે સમાજના રીત-રીવાજ મુજબ થયા હતાં અને સંયુક્ત કુંટુમ્બમાં રહેતા હતાં જ્યારે પતિ મોરબી ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય લગ્ન બાદ થોડા સમય પતિ જયદિપસિંહ પત્નિને સાસરે કોટડા નાયાણી મુકી મોરબી પોતાના ક્વાટરમાં રહેવા જતા રહ્યાં હતાં. 

આ દરમ્યાન પરણિતા ફોન કરતાં પતિ સરખો જવાબ ન આપતા હતા ત્યારે બીજી તરફ સાસુ અને સસરા ઓછો કરીયાવર લાવી હોવાનું કહી માનસીક ત્રાસ આપતા હતાં. ત્યારબાદ આરએફઓને અન્ય સ્ત્રી સાથે સંબધ હોવાની શંકા જતા આ બાબતે આરએફઓ પતિને પુછ્યુ હતું જેમાં પતિએ અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આથી છેલ્લા ૯ માસથી પિયરમાં રહેલી પરણિતાએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પતિ જયદિપસિંહ જાડેજા, સસરા ચનુભા જાડેજા અને સાસુ કનકબા જાડેજા સામે ઘરેલું હિંસા અને જાનથી મારી નાંખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News