Get The App

ચાણપા નજીક દૂધનું ટેન્કર પલટયું : સ્થાનિકોએ દૂધની લૂંટફાટ ચલાવી

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
ચાણપા નજીક દૂધનું ટેન્કર પલટયું : સ્થાનિકોએ દૂધની લૂંટફાટ ચલાવી 1 - image


- સદ્નસીબે જાનહાની ટળી

- લોકો બેડા, ડોલ સહિતના વાસણો લઈને દૂધ ભરવા દોડયાં : પોલીસે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો 

સુરેન્દ્રનગર : રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર રાજકોટ તરફથી આવી રહેલું દૂધ ભરેલું ટેન્કર ચોટીલા નજીક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ આસપાસના રહિશો ટેન્કરમાંથી દૂધ ભરવા માટે વાસણો લઈ પડાપડી કરતા નજરે પડયાં હતાં.

રાજકોટ તરફથી સવારના સમયે દૂધ ભરી અમદાવાદ તરફ જઈ રહેલા ટેન્કરના ચાલકે ચોટીલાના ચાણપા ગામના પાટિયા પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગયું હતું. જો કે સદ્નસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો.

 જ્યારે આ અકસ્માતની જાણ થતાં આસપાસના રહિશો અને વાહનચાલકો બરણી, બોટલ, ડોલ, બેડા સહિતના વાસણો લઈ દૂધ ભરવા માટે પડાપડી કરતા નજરે પડયા હતા. આ અકસ્માતની જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે રોડ વચ્ચે ટેન્કર પલટી મારી જતા હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.



Google NewsGoogle News