Get The App

આલમપુર ગામે બંધ મકાનમાંથી 1.96 લાખની મત્તાની ચોરી

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
આલમપુર ગામે બંધ મકાનમાંથી 1.96 લાખની મત્તાની ચોરી 1 - image


- પરિવાર ધાબા પર સુવા ગયો ને તસ્કરો હાથફેરો કરી ગયા

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના આલમપુર ગામે પરિવાર ધાબા પર સુતો હતો ત્યારે તસ્કરો બંધ મકાનમાંથી દાગીના, રોકડ સહિત રૂ.૧.૯૬ લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. આ અંગે દસાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આલમપુર ગામે રહેતા રૂપાભાઇ રામાભાઇ મેવાડા અને તેમના પત્ની રાત્રે ધાબા પર સુવા ગયાં હતાં. જ્યારે તેમના માતા-પિતા ઘરને તાળુ મારી બહાર સુવા ગયાં હતાં. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સહીત કુલ રૂ.૧,૯૬,૦૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. 



Google NewsGoogle News