Get The App

ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાંથી મોટાપાયે વિજચોરી ઝડપાઈ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાંથી મોટાપાયે વિજચોરી ઝડપાઈ 1 - image


- વીજીલન્સ સ્કવોડના ચેકીંગ દરમ્યાન રૃા. 17 લાખની વિજચોરી ઝડપાતા ચકચાર

- વિજતંત્રના ચેકીંગથી વિજચોરી કરતા શખ્સોમાં ફફડાટ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં વિજગ્રાહકો દ્વારા મોટાપાયે વિજચોરી થતી હોવાની વ્યાપક ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકીંગ હાથધરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં પીજીવીસીએલની વીજીલન્સ સ્કવોડની ટીમ દ્વારા લાખોની કિંમતની વિજચોરી ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધીક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરીની સુચનાથી ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત તાલુકાના અલગ-અલગ ગામોમાં પીજીવીસીએલ વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા વિજચેકીંગ હાથધરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૮ વીજીલન્સ ટીમો દ્વારા ૩૩૩ વિજકનેકશનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી ૨૩ વિજજોડાણોમાં ગેરરીતી જણાઈ આવતાં કુલ રૃા.૧૭ લાખની વિજચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ચોરી કરનાર વિજચોરોને રંગેહાથે ઝડપી લઈ રૃા.૧૭ લાખનો દંડ ફટકારતા ધ્રાંગધ્રા તાલુકામાં વિજચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જે અંગે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ પીજીવીસીએલ તંત્ર દ્વારા વિજચેકીંગ હાથધરવામાં આવશે અને કોઈપણ જાતની સેહશરમ રાખ્યા વગર વિજચોરો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.



Google NewsGoogle News