ધ્રાંગધ્રામાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
- પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે ખસેડયો
- 35 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર જીવ ટુંકાવી લેતા વિસ્તારમાં ચકચાર
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી પરણિતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પોલીસને જાણ કરી હતી. આવી ધ્રાંગધ્રા સીટી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.
ધ્રાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાં રહેતી પરણિતા આરતીબેન શૈલેષભાઈ ગેડીયા (ઉ.વ.૩૫)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યં હતું જેની જાણ પરિવારજનોને થતાં સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટીમે પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતક પરણિતાની લાશનો કબજો લઈ પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે મોકલી વધુ તપાસ હાથધરી હતી. પરણીતાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.