ધ્રાંગધ્રા-વિરમગામ હાઈવે પર 19.84 લાખનો દારૂ સાથે શખ્સ ઝડપાયો

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રા-વિરમગામ હાઈવે પર 19.84 લાખનો દારૂ સાથે શખ્સ ઝડપાયો 1 - image


- રાજસ્થાની શખ્સ ટ્રકમાં હેરાફેરી કરતો હતો

- 30 લાખનો મુદ્દામાલ કબજે કરીને પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી ઈંગ્લીશ દારૂ અને આયસર સહિત કુલ રૂા.૩૦ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

એલસીબી પોલીસે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે દરમ્યાન બાતમીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. જેમાં ધ્રાંગધ્રા-વિરમગામ હાઈવે પર આવેલી હોટલ પાસે રામદેવપુર ગામના બોર્ડ નજીક એક આયસર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને રોકી તલાસી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪,૭૭૬ મળી આવી હતી. 

પોલીસે રૂા.૧૯.૮૪ લાખનો દારૂનો જથ્થો, મોબાઈલ, ખાલી કેરેટ, તાડપત્રી અને આઈસર મળી કુલ રૂા.૩૦ લાખના મુદ્દામાલ સાથે ચાલક માંગીલાલ સાકલારામ કરગટા (રહે.રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય શખ્સો લલીત જાની (રહે.ઉદયપુર), લખન લુહાર, દારૂનો જથ્થો મોકલનાર અને મોરબી ખાતે માલ લેનાર અજાણ્યો શખ્સ હાજર મળી ન આવતા તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પોલીસની રેઈડથી સ્થાનીક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા હતાં.



Google NewsGoogle News