થાનમાં બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
થાનમાં બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો 1 - image


- એલસીબીએ બે વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો 

- દારૂ અને બીયર સહિત કુલ 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે થાન પોલીસ મથકની હદમાં આવેલા એક પોટરી સામે પાણીની ટાંકી પાસે બાવળની કાંટમાંથી રૂપિયા ૯૭ હજાર ઉપરાંતના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમે થાન તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બાતમીના આધારે થાન શહેરી વિસ્તારમાં આવેલી પોટરી સામે પાણીની ટાંકી સામે આવેલા બાવળની કાંટમાંથી એક શખ્સ ચંદ્રેશભાઈ સામતભાઈ બાયલ (રહે.થાન)ને પોતાના કબ્જો ભોગવટામાંથી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૮૯ કિંમત રૂા.૭૫,૬૦૦ તેમજ બીયરના ટીન નંગ-૨૧૬ કિંમત રૂા.૨૧,૬૦૦ તથા ૧ મોબાઈલ મળી કુલ રૂા.૧,૦૦,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

 જ્યારે અન્ય એક શખ્સ ધોધાભાઈ ભાભલુભાઈ ધાધલ હાજર મળી આવ્યો નહોતો. પોલીસે મુદ્દામાલ કબજે કરીને બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News