માલવણ ચાર રસ્તા પાસે બજાણા ગામ વચ્ચે આવેલ પુલ પર સળીયા દેખાયા

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
માલવણ ચાર રસ્તા પાસે બજાણા ગામ વચ્ચે આવેલ પુલ પર સળીયા દેખાયા 1 - image


- પુલની હલકી ગુણવત્તાની કામગીરીને કારણે અકસ્માત કે જાનહાની થવાની ભીતી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ અનેક પુલ જર્જરીત તેમજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે માલવણ ચાર રસ્તા પાસે બજાણા ગામ વચ્ચે આવેલ પુલના સળીયા દેખાતા અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે અને પુલનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તાત્કાલીક આ પુલનું યોગ્ય રીતે રીપેરીંગકામ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ અંગે મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના માલવણ ચાર રસ્તા પાસે બજાણા ગામ વચ્ચે આવેલ પુલના સળીયા દેખાવા લાગતા ગમે ત્યારે પુલ તુટી જવાથી અથવા ગાબડું પડવાથી મોટી દુર્ધટના સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ પુલ પરથી દરરોજ નાના-મોટા અનેક  વાહનચાલકો પસાર થાય છે ત્યારે પુલ જર્જરીત થતાં જાનહાની થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે જે અંગે સ્થાનીક વાહનચાલકો દ્વારા જેતે સમયે કોન્ટ્રાકટર દ્વારા પુલની હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાથી બિસ્માર બની ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કોઈ મોટી જાનહાની કે દુર્ધટના થાય તે પહેલા પુલનું યોગ્ય રીપેરીંગકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.



Google NewsGoogle News