છારદ પાસે હાઈવે પરથી ડમ્પરમાંથી 8.64 લાખનો દારૂ ઝડપાયો

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
છારદ પાસે હાઈવે પરથી ડમ્પરમાંથી 8.64 લાખનો દારૂ ઝડપાયો 1 - image


- એલસીબી પોલીસે દરોડો પાડયો 

- 2,306 દારૂની બોટલ સાથે 15.69 લાખની મતા જપ્ત, ચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પોલીસે લખતર તાલુકામાંથી ઇંગ્લિશ દારૂ અને ડમ્પર સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરેન્દ્રનગર પોલીસ ટીમ લખતર તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમીના આધારે લખતર તાલુકાના છારદ ગામ પાસે હાઈવે પરથી ઇંગ્લિશ દારૂની ૨,૩૦૬ બોટલો  કિંમત રૂ.૮.૬૪ લાખ, ડમ્પર, મોબાઈલ સહિત ફૂલ રૂ.૧૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે ચાલક શ્રવણ બિશનોઈ (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. તેની વધુ પૂરછપરછ કરતા રાજેશ બિશનોઇ (રહે. બાડમેર)એ ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલ્યો હતો. તેમજ રાજકોટમાં રહેતા રાજુભાઈ નામના શખ્સે આ દારૂ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતુ. આથી પોલીસે ઝડપાયેલા ચાલક સહિત ત્રણ શખ્શો સામે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ન્ભમ્ ટીમે રેઇડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.



Google NewsGoogle News