રતનપરના રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
રતનપરના રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો 1 - image


- જોરાવરનગર પોલીસની કામગીરી સામે સવાલો 

- એલસીબી પોલીસે વિદેશી દારૂની 82 બોટલો સહિત કુલ રૂા. 8200નો મુદ્દામાલ કબજે કર્યો 

સુરેન્દ્રનગર : જોરાવરનગર પોલીસ સ્ટેશનના રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂની ૮૨ બોટલો સહીત કુલ રૂા.૮,૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પરંતુ આરોપી હાજર મળી આવ્યો નહોતો. જોરાવરનગર પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસ ટીમે દરોડો કરતા જોરાવરનગર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.

જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી ફૂલીફાલી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે રતનપર સુુધારા પ્લોટના રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુરેન્દ્રનગર એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે રતનપર સુધારા પ્લોટમાં રહેતા અકબરભાઇ વલીમહમદભાઇ માણેકના રહેણાંક મકાનમાં દરોડાપાડયો હતો. જેમાં અકબરભાઇ માણેકના મકાનમાં આવેલ ફળીયાં સીડી નીચે વિદેશી દારૂના ૮૨ ચપલા કિંમત રૂા.૮૨૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી અકબરભાઇ માણેક હાજર ન મળી આવતા આરોપી વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જોરાવરનગર પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસની ટીમે દરોડો કરતા જોરાવરનગર પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.


Google NewsGoogle News