Get The App

એલસીબી પોલીસે માલવણ હાઈવે પરથી ઈંગ્લીશ દારૃ સાથે ટ્રકચાલકને ઝડપી લીધો

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
એલસીબી પોલીસે માલવણ હાઈવે પરથી ઈંગ્લીશ દારૃ સાથે ટ્રકચાલકને ઝડપી લીધો 1 - image


- ઈંગ્લીશ દારૃ, બીયરના ટીન અને ટ્રક સહિત કુલ રૃા. 43.07 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- પીઓપી પાવડરની થેલીની આડમાં દારૃ સંતાડી હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના માલવણ હાઈવે પરથી મોટાપાયે બહારના રાજ્યોમાંથી ઈંગ્લીશ દારૃ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમે બાતમીના આધારે હાઈવે પર અખીયાણા ચોકડી પાસેથી પીઓપી પાવડરની થેલીઓની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૃ અને બીયર સહિતના મુદ્દામાલ સાથે ટ્રકચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા માલવણ હાઈવે પરથી ટ્રક મારફતે બહારના રાજ્યમાંથી ઈંગ્લીશ દારૃ લાવવામાં આવતો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી જેમાં માલવણથી ધ્રાંગધ્રા તરફ અખીયાણા ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં એક ટ્રક પસાર થતાં તેને રોકી તલાસી લેતા ટ્રકમાંથી પીઓપી પાવડરની થેલીઓની આડમાં સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૃન્ બોટલો નંગ-૩૪૩૨ તેમજ બીયરના ટીમ નંગ ૫૬૮૮ મળી રૃા.૨૭.૭૬ લાખનો દારૃ સાથે ટ્રકચાલક બાલકરણસિંહ ચરણજીતસિંહ જટ રહે.રાજસ્થાનવાળાને ઝડપી લીધો હતો. જ્યારે ટ્રક, પીઓપી પાવડરની થેલી નંગ-૪૨૫ સહિત કુલ રૃા.૪૩.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઝડપાયેલ ટ્રકચાલક સહિત માલ ભરી આપનાર બલવિરકુમાર સોનદાસ સ્વામી રહે.રાજસ્થાન, માલ પહોંચાડવાનું ડાયરેક્શન આપનાર હિરસીંગ રાજસ્થાનવાળાઓ સામે માલવણ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.



Google NewsGoogle News