લખતર તાલુકા પંચાયતનું 4.13 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
લખતર તાલુકા પંચાયતનું 4.13 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર 1 - image


- સામાન્ય સભામાં વર્ષ 2024-25ના બજેટને મંજૂરી

- શિક્ષણ, આઈસીડીએસ, પશુપાલન, સામાજિક સુરક્ષા સહિતના વિકાસના કામોને અંદાજપત્રમાં આવરી લેવાયા 

સુરેન્દ્રનગર : લખતર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજે રૂ.૪.૧૩ કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જેમાં વિવિધ વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા છે.  

લખતર તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રમુખની ચેમ્બરમાં સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં ગત સામાન્ય સભાની મીટિંગની કાર્યવાહીને બહાલી આપવી, ગત કારોબારી સભાની કાર્યવાહીને નોંધને બહાલી આપવી, તેમજ લખતર તાલુકા પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૦૨૪નું સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટેનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 

જે બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના ૪.૧૩ કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામા આવ્યું હતું. આ બજેટમાં શિક્ષણ, આઇસીડીએસ, પશુપાલન, સામાજિક સુરક્ષા અને કલ્યાણ, પોષક આહાર, કુદરતી આફતો સહિતના અન્ય વિકાસના કામો માટે પણ રકમ ફાળવવામાં આવી છે.

બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા, લખતર નાયબ તાલુકા વિકાસ અધિકારી વી.જી.પટેલ, નાયબ હિસાબનીશ કે.ડી.શીયાણીયા સહિતના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News