Get The App

પાટડી શહેરની કેટલીક દુકાનોમાં સીસીટીવી કેમેરાનો અભાવ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
પાટડી શહેરની કેટલીક દુકાનોમાં સીસીટીવી કેમેરાનો અભાવ 1 - image


- સીસીટીવીના અભાવે તસ્કરોને મોકળું મેદાન

- ચોરીના ઘણા કિસ્સામાં સીસીટીવી નહીં હોવાથી આરોપીઓની ભાળ મેળવવી મુશ્કેલા

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાની મુખ્ય બજારમાં અનેક શૈક્ષણિક સંસ્થા અને હોસ્પીટલ આવેલી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો સહિત લોકો ખરીદી માટે આવે છે. ત્યારે બજાર વિસ્તારમાં સીસીટીવી કેમેરાના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે. તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છેપરંતુ તેનું પાલન નહીં થતું હોવાની ફરિયાદ ઉઠી છે.

પાટડી તાલુકાની મુખ્ય બજારમાં માર્કેટીંગ યાર્ડ, કોલેજ, મુખ્ય સરકારી હોસ્પિટલ આવેલી છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સહિત લોકો ખરીદી માટે ઉમટી પડે છે. તાજેતરમાં બજાર વિસ્તારમાંથી બાઈક સહિતના વાહનોની ચોરીના બનાવો નોંધાયા છે ત્યારે સીસીટીવી નહિં હોવાથી ચોરને મોકળું મેદાન મળી રહ્યું રહ્યું છે. તંત્ર દ્વારા રોડ પર આવેલી દુકાનો પર ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે પરંતુ પાટડી શહેરમાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું જણાઈ આવે છે. ખારાઘોડા રોડ, બજાણા રોડ, જૈનાબાદ રોડ, વિરમગામ રોડ પર મોટાભાગના દુકાનદારોએ પોતાની દુકાનની અંદર તેમજ દુકાનની બહાર સીસીટીવી લગાવ્યા નથી. ત્યારે પાટડી શહેરમાં સીસીટીવી કેમેરા અંગેના જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News