વઢવાણના ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
- પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી
- સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો પાલિકા કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચિમકી
સુરેન્દ્રનગર : વઢવાણ જીઆઈડીસી પાછળ આવેલા વોર્ડ નં.૭ માં ડાંગસીયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોવાની લેખિત રજૂઆત સ્થાનિકોએ પાલિકાના પ્રમુખને કરી હતી.
સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં.૭ માં વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ડાંગસીયા વસાહતમાં અનેક પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં પાણી, રોડ, સ્ટ્રીટલાઈટ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી ન હોવાની સ્થાનિક વિનોદભાઈ જાદવે પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી.
સ્થાનિકો દ્વારા અગાઉ અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ ના આવતો હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું. તેમજ શરૂઆતથી પાલિકા દ્વારા આ વિસ્તારના રહીશો સાથે ભેદભાવ ભરી નીતિ રાખી ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા છે.
તેમજ તાત્કાલીક પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો ૫ાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવાની સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે.