ઝાલાવાડમાં 10978 હેકટરમાં ખરીફ વાવેતરનો વધારો
- કપાસનું વાવેતર વધ્યું જ્યારે મગફળીનું વાવેતર ઘટયું : ગત વર્ષની સરખામણીએ કુલ વાવેતર 3.4 ટકા વધ્યું
સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં ખેડુતોએ આ વર્ષે મન દઈને ખરીફ વાવેતર કરેલ છે. ૨૦૨૧ના ગત વર્ષની સરખામણીએ ચાલુ ૨૦૨૨ના વર્ષમાં ખેડુતોએ કુલ વાવેતર લાયક વિસ્તારમાં ૧૦,૯૭૮ હેકટરમાં વધુ વાવેતર કરેલ છે. ગત વર્ષની સરખામણી ૩.૪ ટકા ખરીફ વાવેતરમાં વધારો થયો છે.
આ અંગેની વધુ વિગત એવી એવી છે કે, ઝાલાવાડમાં આ વર્ષે ચોમાસા દરમ્યાન ભરપુર વરસાદ આવ્યો છે. ખેતીને ફાયદો થાય તે રીતે છુટો છવાયો મધ્યમ વરસાદ સમયાંતરે વરસતો રહેતા આ વર્ષે ખેત ઉતપાદન વધવાની આશા છે. ખાસ કરીને, કપાસનો સારો પાક ઉતરે તેવી આશા સેવાઈ રહી છે. કારણ કે ગત વર્ષની સરખામણીએ ઝાલાવાડના ખેડૂતોએ આ વર્ષે કપાસનું વધુ વાવેતર કર્યુ છે. ૨૦૨૧ના વર્ષમાં પિયત અને બિન પિયત મળીને કુલ ૩,૩૪,૬૭૫ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યુ હતું, જ્યારે ચાલુ ખરીફ સિઝનમાં ઝાલાવાડમાં ખેડૂતોએ ૪,૦૫,૬૧૨ હેકટરમાં કપાસનું વાવેતર કરેલ છે. એટલે કે, ગત વર્ષ કરતા ૭૦૯૩૭ હેકટર વધુ વિસ્તારમાં કપાસનું વધુ વાવેતર થયુ છે.
બીજી તરફ મગફળીના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ધરખમ ઘટાડો નોંધાયો છે. ૨૦૨૧ના ગત વર્ષમાં મગફળીનું વાવેતર ૫૦,૬૬૮ હેકટરમાં થયું હતું .જે ચાલુ વર્ષે ઘટીને માત્ર ૨૧,૧૭૪ હેકટરમાં જ વાવેતર નોંધાયુ હતુ. એટલે કે, આ વર્ષે મગફળીના વાવેતરમાં ૨૯૪૯૪ હેકટર વાવેતરનો ઘટાડો નોંધાયો છે. ચાલુ ખરીફ સિઝનની વાત કરીએ તો, આ વર્ષે ૯૫.૮૯ ટકા વાવેતર થઈ ગયેલ છે. આ વર્ષે ૪૦,૫૬૧ હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે. ૨૧૧૭૪ હેકટરમાં મગફળીનું વાવેતર થયુ છે.૬૮,૮૨૮ હેટકરમાં દિવેલાનું વાવેતર થયુ છે.૮૫૭૮ હેકટરમાં તલ, ૨૭૨૨ હેટકરમાં અડદ, ૭૮૧૭૭ હેકટરમાં ઘાસચારો, ૫૪૯૪ હેકટરમાં શાકભાજી વગેરેનું થયેલ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૩.૪ ટકા ખરીફ વાવેતર વધ્યું છે.
વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨માં થયેલ ખરીફ વાવેતરની સરખામણી
પાક |
૨૦૨૧(હેકટરમાં) |
૨૦૨૨(હેકટરમા) |
વધારો કે ઘટાડો |
કપાસ |
૩૩૪૬૭૫ |
૪૦૫૬૧૨ |
વધારો |
મગફળી |
૫૦૬૬૮ |
૨૧૧૭૪ |
ઘટાડો |
તલ |
૧૪૭૯૮ |
૮૫૭૮ |
ઘટાડો |
અડદ |
૧૧૩૭૩ |
૨૭૨૨ |
ઘટાડો |
ઘાસચારો |
૮૫૨૬૧ |
૭૮૧૭૭ |
ઘટાડો |
શાકભાજી |
૫૨૫૩ |
૫૪૯૪ |
વધારો |
બાજરી |
૩૦૫૯ |
૧૬૨૫ |
ઘટાડો |
ડાંગર |
૨૦૬૨ |
૨૫૩૭ |
વધારો |
દિવેલા |
૭૫૦૧૩ |
૬૮૮૨૮ |
ઘટાડો |
વર્ષ-૨૦૨૨માં તાલુકાવાર થયેલ વાવેતર
તાલુકો |
કુલ વાવેતર(હેકટરમાં) |
ટકાવારી |
|
ચોટીલા |
૪૩૧૦૩ |
૯૯.૮૯ |
|
ચુડા |
૩૯૯૭૦ |
૯૮.૯૨ |
|
દસાડા |
૧૧૫૨૨૫ |
૯૭.૪૬ |
|
ધ્રાંગધ્રા |
૯૫૩૪૦ |
૯૮.૪૯ |
|
લખતર |
૫૪૧૭૩ |
૯૪.૫૦ |
|
લીંબડી |
૭૩૦૦૧ |
૯૨.૫૦ |
|
મુળી |
૪૯૮૬૭ |
૯૧.૧૩ |
|
સાયલા |
૫૩૪૫૮ |
૯૪.૯૧ |
|
થાનગઢ |
૧૫૫૯૭ |
૯૮.૪૬ |
|
વઢવાણ |
૫૯૧૨૫ |
૯૪.૧૦ |
|
કુલ |
૫,૯૮,૮૫૯ |
૯૫.૮૯ |
|