સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તંત્ર સફાઈ સહિતની પ્રાથમીક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તંત્ર સફાઈ સહિતની પ્રાથમીક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ 1 - image


- શહેરના અનેક રહેણાંક વિસ્તારો તેમજ માર્ગો પર સફાઈનો અભાવ

- રોગચાળાની દહેશત વચ્ચે સફાઈ ન થતાં પાલિકા તંત્ર સામે રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ વોર્ડ સહિત રસ્તાઓ પર સફાઈ સહિતની સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી છે પરંતુ સફાઈના મામલે ક્યાંકને ક્યાંક પાલીકા તંત્રની અન આવડત અને બેદરકારીના કારણે શહેરમાં ઠેરઠેર કચરો અને ગંદકી ફેલાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે સરકાર દ્વારા એક તરફ સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ પાલિકા તંત્રના વાંકે શહેરમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના તમામ વોર્ડ સહિત રહેણાંક વિસ્તારોમાં સફાઈ, પાણી, ગટર, રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં સફાઈના નામે મીડું જોવા મળી રહ્યું છે. શહેરના ૮૦ ફુટ રોડ, નવો ૮૦ ફુટ રોડ, બાલા હનુમાન રોડ, વિકાસ ગર્લ્સ હાઈસ્કુલ, હેડ પોસ્ટ ઓફીસ, મીયાણાવાડ સહિતના વિસ્તારોમાં કચરો અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે એક તરફ ડબલ ઋતુના કારણે રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ અને સાફ રાખવા માટે કોઈ જ વ્યવસ્થિત આયોજન કે સંકલન જોવા નથી મળી રહ્યું. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રના અમુક સદ્દસ્યો અને કર્મચારીઓમાં પણ પાલિકાના ચીફ ઓફીસર તેમજ પ્રમુખ સામે નારાજગી જોવા મળી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર પાલિકામાં વિવિધ સમસ્યાઓ અંગે રજુઆત કરનાર રહીશો અને મહિલાઓને સત્તાધીશો સાંભળતા ન હોવાનો પણ શહેરીજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા વિકાસ તેમજ પ્રાથમિક સુવિધાઓની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આગામી દિવસોમાં નક્કર કામગીરી કરવામાં આવે છે કે કેમ ? તેના પર સૌની મીટ મંડાઈ છે.


Google NewsGoogle News