Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવ્રષ્ટી અને સુકારાના રોગના કારણે કપાસના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવ્રષ્ટી અને સુકારાના રોગના કારણે કપાસના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ 1 - image


- જિલ્લામાં 4 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું

- અતિવ્રષ્ટી બાદ સુકારાના રોગથી જગતના તાતને બેવડો માર સહન કરવાની નોબત આવી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૪ લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ જન્માષ્ટમીના સમયે થયેલા ભારે વરસાદના કારણે કપાસના પાકમાં ભારે નુકસાન થયું હતું બીજી તરફ અતિવૃષ્ટી બાદ કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા કપાસના રહ્યાં સહ્યાં પાકમાં પણ નુકસાન આવતા ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે જેને લઇને ફરી એકવાર જગતના તાત ચિંતાના વાદળોમાં ઘેરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતર અને ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વિક્રમજનક વાવેતર અને ઉત્પાદન નોંધાય છે ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં ખરીફ સિઝનમાં કુલ ૫૮૬૮૮૭ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું હતું જેમાં સૌથી વધુ ૪૦૧૬૫૯ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચોમાસાની શરૃઆતમાં જ્યારે સમગ્ર રાજ્યભરમાં પુરતો વરસાદ હતો તે સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ખેંચ હતી અને ખેડૂતો દ્વારા કેનાલ અને પીયતના ોત દ્વારા કાળી મજૂરી કરી મુરઝાતા પાકને પીયત કરી બચાવ્યો હતો પરંતુ જન્માષ્ટમી સમયે સતત ત્રણ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં અતિભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ખેડૂતોના ખેતરો જાણે બેટમાં ફેરવાઇ ગયાં હતાં.કપાસના પાકમાં સતત પાણી ભરાઇ રહેતા કપાસના પાકના મુળીયા જ બળી જતાં હજારો હેક્ટર જમીનમાં કપાસના વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અને ત્યાર બાદ પણ જાણે કુદરત રૃઠી હોય તેમ કપાસના પાકમાં ગુલાબી ઇયળો અને સુકારાના રોગના કારણે કપાસના પાકમાં ભારે નુકસાન થતાં કપાસના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે અને ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૩૦ થી ૪૦ જેટલો કપાસના પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ દેખાઇ રહી છે.

એક વિઘા જમીનમાં 15 મણના બદલે માત્ર પાંચથી સાત મણ કપાસનો ઉતારો આવશે

જન્માષ્ટમી પહેલા કપાસના પાકની સ્થિતિ સારી હોવાથી એક વીઘા જમીનમાંથી અંદાજે ૧૫ મણ કપાસનો ઉતારો આવે તેવી શક્યતાઓ હતી પરંતુ અતિવૃષ્ટી અને સુકારાના રોગના કારણે હાલ એક વીઘા જમીનમાંથી માંડ પાંચ થી સાત મણ કપાસનો ઉતારો આવે તેવી શક્યતાઓ છે જેને લઇને ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતાઓ છે.

કપાસના ભાવ રૃપિયા બે હજારથી વધુ આવે તેવી ખેડૂતોની માંગ

જિલ્લામાં કપાસના ઉત્પાદનમાં તો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે ત્યારે ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. મોંઘા ભાવના બીયારણ, દવાઓ અને મજૂરી ખર્ચ સામે ઉત્પાદન ઓછુ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે કપાસના ભાવ ખેડૂતોને ઓછામાં ઓછા રૃપિયા બે હજાર મળે તો જ ખેડૂતોને કાંઇક આથક વળતર મળે તેવી શક્યતાઓ છે.

કપાસના ભાવ યોગ્ય નહી મળે જિલ્લામાં ખેડૂતો અન્ય પાકના વાવેતર તરફ વળશે

કપાસના વાવેતરમાં છેલ્લા ઘણા સમયથી રોગ, જીવાતના ઉપદ્રવના કારણે તેમજ કપાસના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને આથક નુકસાન સહન કરવાનો વારો આવે છે સુરેન્દ્રનગર જિલ્લાની જમીન અને આબોહવા કપાસના પાકના વાવેતર અને ઉત્પાદન માટે અનુકુળ હોવા છતાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ખેડૂતો કપાસના વાવેતરથી વિમુખ થઇ અન્ય પાકોના વાવેતર તરફ વળે તેવી પણ શક્યતાઓ છે.



Google NewsGoogle News