લખતર તાલુકામાં 20 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
લખતર તાલુકામાં 20 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ 1 - image


- 9 ટીમોની કોર્પોરેટ ડ્રાઈવમાં

- ગેરરીતિ આચરનારાઓને ૩ લાખથી વધુનો દંડ ફટકાર્યો 

સુરેન્દ્રનગર : ં લખતર તાલુકામાંથી પીજીવીસીએલની ૯ ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરીને ૨૦ વીજ કનેક્શનોમાં ગેરરીતી ઝડપી પાડી હતી. તેમજ ૩ લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો હતો. 

લખતર તાલુકાના નાના અંકેવાળીયા, પેઢડા, ઘણાદ સહિતના ગામોમાં પીજીવીસીએલ વિભાગની નવ ટીમ દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ યોજીને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 જે ડ્રાઈવ દરમિયાન ૧૮૦ જેટલાં વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમા ૨૦ જેટલાં કનેકશનોમાં ગેરરીતી સામે આવી હતી. જેથી વીજ કનેક્શનમાં ગેરરીતી કરનાર શખ્સોને પીજીવીસીએલ વિભાગ દ્વારા આશરે ૩ લાખથી વધુ રકમનો દંડ ફટકારતા વીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.



Google NewsGoogle News