ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિત 10 આગેવાનો ભાજપમાં જોડાયા
- લીંબડીમાં સીઆર પાટીલની ઉપસ્થિતિમાં
- પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે તમામને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું : કોંગ્રેસને ફટકો
સુરેન્દ્રનગર, લીંબડી, તા.26 ઓકટોબર 2020, સોમવાર
લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ દિવસોમાં ચુંટણી પ્રચારને વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને અંતિમ દિવસોમાં ડોર ટુ ડોર સહિત પ્રદેશકક્ષાના નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા ચુંટણી પ્રચાર હાથધરવામાં આવી રહ્યો ત્યારે લીંબડી ખાતે ચુંટણી પ્રચાર અર્થે આવેલ પ્રદેશ ભાજ, અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લલાજીભાઈ મેર સહિત ૧૦થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસને પેટા ચુુટણી ટાંણે સૌથી મોટી ફટકો પડયો છેે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ ગરકાયો છે અને ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો અરસ-પરસ પક્ષ પલટો કરી રહ્યાં છે ત્યારે લીંબડી ખાતે પેટા ચુંટણી બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લાલજીભાઈ મેર સહિત અંદાજે ૧૦થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હાદ્દેદારોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતાં. આ તમામ કાર્યકરોનું ભાજપનો ખેસ પહેરાવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના આગેવાનો સ્વાગત કર્યું હતું.
જ્યારે લીંબડી પેટા ચુંટણી ટાંણે કોં૭રેસના આગેવાનો ભાજપમાં જોડાતાં કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડી વિધાનસભા બેઠક પર સૌથી વધુ કોળી સમાજના મતદારો છે ત્યારે કોળી સમાજના લાલજીભાઈ મેર સહિત અન્ય કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો અને કોળી સમાજ કોના તરફી મતદાન કરે છે તે અંગે અનેક અટકળો વહેતી થઈ હતી.