ચોટીલાના પરબડી ગામની સીમમાં મારમારીનો બનાવ

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
ચોટીલાના પરબડી ગામની સીમમાં મારમારીનો બનાવ 1 - image


- અગાઉના ઝઘડાનું મનદુખ રાખી હુમલો કરાયો

- નાની મોલડી પોલીસ મથકે 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર :  ચોટીલા તાલુકાના પરબડી ગામની સીમમાં આવેલ વાડી પાસે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી એક શખ્સને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે ૯ વ્યક્તિ સામે નાનીમોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ચોટીલાના ઢોકળવા ગામે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા ફરિયાદી રણજીતભાઈ વિનુભાઈ બાવળીયા પોતાના કાકાનું ટ્રેકટર લઈ ઢોકળવાથી નવાગામ (દેવપરા) જઈ રહ્યાં હતા તે દરમ્યાન આણંદપુર તરફ જતા ગામમાં જ રહેતા શખ્સ પ્રવિણભાઈ ચોથાભાઈ ઝાપડીયાએ કાર ટ્રેકટરની આગળ ચલાવી વારંવાર બ્રેક મારી રસ્તા વચ્ચે ચલાવતા હતા .

અને ફરિયાદીને સાઈડ આપી નહોતી અને આગળ તરફ જઈ રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ફરિયાદીએ ટ્રેકટર સાઈડમાંથી કાઢવા જતા કારને અડી જતા પ્રવિણભાઈએ પીછો કરી ટ્રેકટરને ઉભું રાખી અગાઉના ઝઘડાના મનદુઃખને લઈ ફરિયાદીને મનફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ત્રણ બાઈક અને એક કાર પર ૮ જેટલા શખ્સોએ આવી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી .

અને જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ ૯ શખ્સો (૧) પ્રવિણભાઈ ચોથાભાઈ ઝાપડીયા (૨)  મુકેશભાઈ ચોથાભાઈ ઝાપડીયા (૩) ભોળાભાઈ ધુધાભાઈ ઝાપડીયા (૪) મનસુખભાઈ રતાભાઈ ઝાપડીયા (૫) જીવરાજભાઈ રતાભાઈ ઝાપડીયા (૬) વિજયભાઈ ભોળાભાઈ ઝાપડીયા (૭) જયદિપભાઈ જીવરાજભાઈ ઝાપડીયા (૮) ચોથાભાઈ પાંચાભાઈ ઝાપડીયા અને (૯) રતાભાઈ પાંચાભાઈ ઝાપડીયા તમામ રહે.ઢોકળવાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News