પીકઅપ વાન રોડ પર સળગાવી દેવાના પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
પીકઅપ વાન રોડ પર સળગાવી દેવાના પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો 1 - image


- પીકઅપ વાનના માલિકને બગોદરા પોલીસે પકડી કાર્યવાહી કરી

- લોનના હપ્તા બાકી હતા અને રિપેરિંગનો ખર્ચ હોવાથી ઈન્સ્યોરન્સ મેળવવા કાવતરૂં ઘડયું

બગોદરા : બાવળાના બગોદરામાં એક પીકઅપ વાનની ચોરી કરી અજાણ્યા ચોરોએ વાન સળગાવી દીધી હોવાની ફરિયાદ વાન માલિકે નોંધાવી હતી. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો છે. ઈન્શ્યોરન્સ મેળવવા ગાડી સળગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

વાનના માલિક મહેન્દ્રભાઈ મકવાણા રહે. બગોદરાવાળાએ પોલીસ મથકે ફરિયાદ નાંેધાવી છે કે, પોતાની વાન બ્રેડની હેરા ફેરી કચ્છમાં કરે છે અને ત્યાર બાદ બગોદરા પોલીસ મથકની બાજુમાં રહેલી ચામુંડા હોટેલના કમ્પાઉન્ડમાં મુકી દેવામાં આવે છે. ત્યારે અજાણ્યા ચોરો ચોરી કરી બાવળા હાઇવે પર આવેલી લગદાના ગામના રોડ પર લઇ જઇ વાનને સળગાવી દેવામાં આવતા ૫,૦૯,૨૦૦નું નુકસાન માલિકને થયું હોવાથી ફરીયાદ નોંધાવી હતી. ત્યારે પીએસઆઈ જી.કે. ચાવડાએ તપાસ હાથ ધરતા ગાડી સળગવનાર આરોપી રાજેશભાઈની સઘન પૂછપરછ કરતા માલિકે જ ગાડી જૂની થઈ ગઈ હોવાથી અને રીપેરીંગનો ખર્ચો આવવાનો હતો તેમજ લોનના હપ્તા ભરવાના બાકી હોવાથી ઈન્સ્યોરન્સ મેળવવા ગાડી સળગાવી દેવા કીધું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ફરિયાદી મહેન્દ્રભાઈ ઉર્ફે મેદુભાઈ મકવાણાને પકડી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News