Get The App

થાનમાં લીઝધારકો, શ્રમિકો અને વેપારીઓએ બેનરો સાથે રેલી યોજી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
થાનમાં લીઝધારકો, શ્રમિકો અને વેપારીઓએ બેનરો સાથે રેલી યોજી 1 - image


- બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો

- ખનીજચોરીના કારણે બનેલા ખાડાઓના પુરાણ કામગીરીથી થતી હાલાકી અંગે રોષ ઠાલવ્યો

સુરેન્દ્રનગર : થાન, મુળી, સાયલા સહિતાના તાલુકાઓમાં ખનીજચોરી માટે કરાયેલા ખાડાઓના બુરાણની કામગીરી ચાલી રહી છે. જે અંગે કાયદેસરના લીઝ ધારકો અને શ્રમિકોને હાલાકી પડતા થાન શહેરમાં  બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. 

થાન, મુળી અને સાયલા સહિતના તાલુકાઓમાં ખનીજચોરી માટે ભુમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા ખાડાઓને બુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેના કારણે કાયદેસરની લીઝ ધરાવતા લીઝધારકો તેમજ કાર્બોસેલના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમીકો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટના સંચાલકો સહિતનાઓને હાલાકી પડી રહી છે. 

તેમજ પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જે મામલે લીઝધારકો અને શ્રમીકો સહિતનાઓએ તાજેતરમાં રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી થાન શહેરને બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું. 

જેના ભાગરૂપે થાન શહેરની બજારોમાં બંધને મીશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને લીઝધારકો સહિત શ્રમીકો અને નાના વેપારીઓએ શહેરના મુખ્યમાર્ગો પર અલગ-અલગ બેનરો સાથે રેલી યોજી હતી.



Google NewsGoogle News