સુરેન્દ્રનગરમાં શિક્ષકો સહિતના કર્મચારીઓએ મહામતદાન કર્યું
- જિલ્લામાં 76% સરકારી કર્મીઓએ મતદાન કર્યું
- જુની પેન્શન યોજના સહિતની વિવિધ માંગો મત સ્વરૂપે ઉચ્ચકક્ષાએ પહોંચાડવમાં આવશે
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગઈકાલે તા.૬ માર્ચના રોજ લડતના મંડાણના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા પેન ડાઉન, ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો .
જેના ભાગરૂપે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ૮૦૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા મહામતદાન શરૂઆત થઈ છે મહામતદાન માટે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓની સરકારી માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ શાળા તેમજ હાયર સેકન્ડરી શાળાઓના શિક્ષકો તેમજ કોલેજના અધ્યાપકો આ ચૂંટણી કાર્યક્રમમાં જોડાયા હતા .
સાથે સાથે અન્ય સરકારી વિભાગના કર્મચારી જીઇબી, એસટી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રેવન્યુ તલાટી મંત્રી,ભારતીય મજદૂર સંઘ વગેરે તમામ સરકારી સંવર્ગ ના કર્મચારીઓ દ્વારા મહા ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા જેમાં૩૦૦ બુથો પર ૭૬%જેટલા કર્મચારીઓ છઠ્ઠી માર્ચના રોજ ચૂંટણી કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત પ્રેરિત મહામતદાન કાર્યક્રમ અંતર્ગત તમામ તાલુકાની અંદર ફરતી મત પેટી દ્વારા કર્મચારીઓનો મત ઉધરાવી જિલ્લાકક્ષાએ જમા કરી રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આ મતદાન યોજાશે જે જે માંગણી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.