નવાગામમાં ચાર શખ્સોએ વ્યક્તિને માર મારી ધમકી આપી
- પત્નીની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપતા હુમલો કર્યો
સુરેન્દ્રનગર : થાન તાલુકાના નવાગામમાં પત્નીની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપવા જતાં ચાર શખ્સોએ પતિને માર મારી ધમકી આપી હતી. આ અંગે થાન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવાગામ ખાતે રહેતા પરિણીતા બજારમાં ખરીદી કરવા તથા લોટ દળાવવા જતાં હતાં. ત્યારે ગામના મુકેશભાઈ ચોથાભાઈ સારલા, જતીનભાઈ સંજયભાઈ સારલા, અક્ષયભાઈ અને સુરેશભાઈ ચોથાભાઈ સારલાએ નાના બાળકોને જેમ-તેમ શીખવી પરિણીતાને ખીજવી છેડતી કરી હતી.
આ અંગે પરિણીતાના પતિ ચારેય શખ્સોને ઠપકો આપતા ચારેય શખ્સોએ અપશબ્દો બોલી પતિને મારમારી ધમકી આપી હતી. ઝપાઝપી દરમિયાન ફરિયાદોનો દોઢ તોલાનો સોનાનો ચેન પડી ગયો હોવાની તથા માર મારનાર ચારેય શખ્સો વિરૂદ્ધ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.